| ૨.૧ |
જાહેર તંત્ર ઉદ્દેશ / હેતુઃ |
| ૨.૨ |
જાહેર તંત્રનું મિશન / દુરંદેશીપણું (વિઝન) |
| |
રસ્તા, ગટર, પાણી, ઇલેકટ્રીસીટી પુરી પાડી વિસ્તારોનો વિકાસ કરી વિકાસની સીમાઓ સર કરવી ને સત્તામંડળ વિસ્તારને મહાનગરની હરોળમાં મુકવો. |
| ૨.૩ |
જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભઃ |
| |
ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ હેઠળ ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળને તા. ૩૦-૧-૧૯૭૮ના રોજ જાહેરનામા ક્રમાંક જીએચબી/૨૬/યુડીએ/૧૧૭૭/૬૪૬ (૮) થી વિસ્તાર વિકાસ સત્તામંડળ તરીકે જાહેર કરવામાં આવેલ છે અને રચના કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકા ઉપરાંત ભાવનગર તાલુકાના નારી, વરતેજ, ફરીયાદકા, શામપરા, સીદસર, અધેવાા, રૂવા, તરસમીયા, માલણકા, બુધેલ, અકવાડા તેમજ દરબારી ભાઠો, ઘોઘા તાલુકાના અવાણીયા, ભુંભલી, ભૂતેશ્વર, ઘોઘા ઉપરાંત વડવાના સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ છે. |